સરકારે ST બસના ભાડામાં કર્યો વધારો, જાણો ભાડામાં થયો આટલો વધારો

સરકારે ST બસના ભાડામાં કર્યો વધારો : રાજ્યમાં એસ ટી બસના ભાડાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારે ST બસના ભાડામાં વધારો કર્યો છે. આપને જણાવીએ કે, 10 વર્ષ બાદ સરકારે બસના ભાડામાં વધારો ઝીંકયો છે. પ્રતિકિલોમીટરના હિસાબે ભાડામાં વધારો કર્યો છે જેમાં લોકલ, એક્સપ્રેસ તેમજ એસી અને સ્લીપર સહિત તમામમાં વધારો કર્યો છે.

ગુજરાત એસટીમાં મુસાફરી કરતા 10 લાખથી વધુ મુસાફરોને હવે ભાડા વધારો સહન કરવો પડશે. એસટી નિગમે 2014 બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોને મુસાફરી મોંઘી પડશે.

સરકારે ST બસના ભાડામાં કર્યો વધારો

સરકારે પરિપત્ર કરીને કહ્યું છે કે, વર્ષ 2014 બાદ વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે જેથી રાજ્યમાં બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે.

એસટી નિગમે નવા ભાડાના દરો પણ જાહેર કર્યાં છે. જેમા એસટીના ભાડામાં પ્રતિ કિ.મી 25 ટકાનો વધારો કરાયો છે. રાજકોટમાં હાલ નવા બની રહેલા સિવિલ હોસ્પિટલના બ્રિજના કારણે બસના રુટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આમ નવા બની રહેલા બ્રીજના કારણે ST બસને 4 કિલોમીટર જેટલું અંતર વધી ગયું.

એસ ટી નિગમની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે.  જેઓને રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે.

આટલો વધારો કરાયો ભાડામાં

આપને વિગતે જણાવીએ તો લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસાની જગ્યાએ 80 પૈસા થયા છે. જ્યારે એક્સપ્રેસ બસમાં પ્રતિ કિલોમીટર 68 પૈસાની જગ્યાએ 85 પૈસા કરાયા છે અને નોન AC સ્લીપર કોચના પ્રતિકિલોમીટર 62ના 77 પૈસા કરાયા છે.

1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે

એસટી નિગમ દ્વારા લોકલ બસનું પ્રતિ, કિ,મી ભાડુ 64 પૈસાથી 80 પૈસા કરાયું છે અને એક્સપ્રેસ બસમાં 68 પૈસાથી વધારીને 80 પૈસા કરવામાં આવ્યું છે. જ્યારે એસી અને નોન એસી સ્લીપર બસનું ભાડુ 62 પૈસાના બદલે 77 પૈસા પ્રતિ કિ.મી કરવામાં આવ્યું છે.

નવીન ભરતી કરાશે ?

માર્ગ વાહન વ્યવહારની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, નિગમ દ્વારા 2784 ડ્રાઈવર, 2034 કંડકટર, 2420 મિકેનિક અને 1603 ક્લાર્ક એમ મળી કુલ 8841 કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન છે. જેના થકી વધુ શીડ્યુલ સંચાલિત થતા મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધા આપવાનું આયોજન છે.

અદ્યતન બસપોર્ટ

રાજ્ય માર્ગ વાહન વ્યવહારની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરેલ છે, જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના 2320 જેટલા નવીન વાહનો મુસાફર જનતાની સવલતમાં મુકવામાં આવેલ છે.

નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામા આવેલ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ પાલનપુર, ભરુચ વગેરે જેવા  કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. સરકારે ST બસના ભાડામાં કર્યો વધારો

વાંચો વિગતે નીચે મુજબ

સરકારે ST બસના ભાડામાં કર્યો વધારો

સરકારે ST બસના ભાડામાં કર્યો વધારો

સરકારે ST બસના ભાડામાં કર્યો વધારો
છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં વધારો કરાયો નથી

એસ.ટી નિગમ દ્વારા સને 2014 પછી ભાડામાં સુધારો કર્યો નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચ ને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે.

જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈ જ વધારો કરાયો નથી. જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

2320 જેટલા નવીન વાહનો સવલતમાં મુક્વામાં આવ્યા

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કર્યા છે. જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના 2320 જેટલા નવીન વાહનો સવલતમાં મુક્વામાં આવ્યા છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યા છે.

અમદાવાદ, વડોદરા, રાજકોટ ,પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

વધુમાં એમ પણ જણાવ્યું છે કે, નિગમની લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂ.1/- થી રૂ.6/- સુધીનો નજીવો ભાડા વધારો થવા પામે છે. જેથી રાજ્યના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરોને ભાડા વધારાથી નહિવત અસર થવા પામશે.

‘2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી’

રાજ્ય માર્ગ વાહન વ્યવહારની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, એસ.ટી નિગમ દ્વારા સને 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરેલ નથી.

જેમાં ભાડા વધારાની મુખ્ય બાબતો જણાવી છે કે, વર્ષ –2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબજ વધેલ છે. લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી. નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સરકારે ST બસના ભાડામાં કર્યો વધારો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujuOnline.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment